Connect Gujarat
સુરત 

સુરત : વડોદરાના સાંસદને સાથે રાખી લિંબાયત બેઠકના ઉમેદવાર સંગીતા પાટીલે ભર્યું ઉમેદવારી પત્ર...

સુરતના લિંબાયત વિધાનસભા બેઠકના ઉમેદવાર સંગીતા પાટીલે આજે વડોદરાના સાંસદ રંજન ભટ્ટ સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા

X

લિંબાયત વિધાનસભા બેઠકના ઉમેદવાર સંગીતા પાટીલ

વડોદરાના સાંસદ સાથે પહોચ્યા ઉમેદવારી પત્ર ભરવા

જંગી બહુમતી સાથે વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

સુરતના લિંબાયત વિધાનસભા બેઠકના ઉમેદવાર સંગીતા પાટીલે આજે વડોદરાના સાંસદ રંજન ભટ્ટ સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. આ દરમ્યાન તેઓએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સંગીતા પાટીલ છેલ્લી 2 ટર્મથી લિંબાયત બેઠક પર ધારાસભ્ય રહ્યા છે. જોકે, પાર્ટીએ ફરી વખત વિશ્વાસ મૂકી તેઓને ટિકિટ ફાળવણી કરી છે, ત્યારે આજે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરી સંગીતા પાટીલે જંગી બહુમતી સાથે વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેઓએ જણાવ્યુ હતું કે, છેલ્લા 10 વર્ષમાં કરવામાં આવેલા વિકાસના કામો ભાજપને જીત અપાવશે તે નક્કી છે.

Next Story
Share it