સુરત : લગ્નની લાલચ આપી યુવતી સાથે 4 વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર જિમ ટ્રેનરની અલથાણ પોલીસે કરી ધરપકડ...

શરીર સંબંધ બાંધી તરછોડી દેનાર 25 વર્ષીય જીમ ટ્રેનર વ્યંકટેસ મોહતા વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે નરાધમ જિમ ટ્રેનરની ધરપકડ કરી

New Update
  • અલથાણ વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના

  • લગ્નનીલાલચે યુવતી સાથે 4 વર્ષ દુષ્કર્મ આચરાયું

  • શરીર સંબંધ બાંધ્યા બાદ યુવતીને તરછોડી દેવાઈ

  • દુષ્કર્મ આચરનાર જિમ ટ્રેનરની પોલીસે કરી ધરપકડ

  • જીમ ટ્રેનર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ

Advertisment

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં યુવતી સાથે લગ્ન લાલચ આપી દુષ્કર્મ આચરનાર જિમ ટ્રેનરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર તથા જિલ્લામાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને લઈને સવાલો ઉભા થયાં છેત્યારે સ્ત્રીઓની છબીને લાંછન લગાડતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અલથાણ વિસ્તારમાં એક જિમ ટ્રેનરએ યુવતીને લગ્નની લાલચ આપી તેના સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

શરીર સંબંધ બાંધી તરછોડી દેનાર 25 વર્ષીય જીમ ટ્રેનર વ્યંકટેસ મોહતા વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતીત્યારે પોલીસે નરાધમ જિમ ટ્રેનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીમ ટ્રેનર વ્યંકટેસ મોહતા ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતીના ઘરે કસરત કરાવવા જતો હતો. જોકેજિમ ટ્રેનરે લગ્નની લાલચ આપી 4 વર્ષ સુધી યુવતી સાથે અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છેત્યારે અલથાણ પોલીસે જીમ ટ્રેનર સામે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત : સચિન જીઆઇડીસીમાં સગીર પુત્રએ ચપ્પુના ઘા મારીને પિતાની નિર્મમ હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update
  • સચિનGIDCમાં હત્યાનો બનાવ

  • પાલી ગામમાં સગીર પુત્રએ પિતાની કરી હત્યા

  • પુત્રએ ચપ્પુ વડે પિતાને મોતને ઘાટ ઉતારી દીધા

  • પિતાના અન્ય મહિલા સાથે આડાસંબંધની હતી શંકા

  • પોલીસે હત્યારા સગીરની કરી અટકાયત

Advertisment

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

સુરતના સચિન જીઆઇડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડ અને તેમના આશરે 17 વર્ષીય પુત્ર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો,અને આ બાબત ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી.અને પિતા-પુત્ર વચ્ચે સર્જાયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેના કારણે ઉશ્કેરાયેલા સગીર પુત્રએ જન્મદાતા પિતા પર જ ચપ્પુથી હુમલો કરી દીધો હતો,અને પિતા ગંભીર રીતે ઘાયલ થઇને લોહીના ખાબોચિયામાં પડી ગયા હતા.સર્જાયેલી ઘટનામાં ચેતન રાઠોડનું કરૂણ મોત નીપજ્યું હતું.પિતાના આડાસંબંધની શંકાએ પુત્રે સગા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.સચિન પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.અને પોલીસે સગીર પુત્રની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.