/connect-gujarat/media/post_banners/516ae1322e305958fd66d7c112569680b9b709e3a5e27f268131f45b960c2809.jpg)
સુરતની સિવિલ હોસ્પિટલમાં 62 વર્ષીય વૃદ્ધને હડકવાના લક્ષણો સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. વૃદ્ધને 4 માસ અગાઉ શ્વાન કરડી જતા વૃદ્ધે હડકવા વિરોધી રસી લીધી ન હતી. આ દરમ્યાન છેલ્લા 2 દિવસથી તેઓમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા.
સુરત શહેર તથા જીલ્લામાં ડોગ બાઈટના વધેલા બનાવો વચ્ચે ગત સોમવારે હડકવાના લક્ષણો સાથે સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, સાગબારાના ભોર આમલી ગામમાં રહેતા 62 વર્ષીય જ્ઞાનસિંગ વસાવાને ગત સોમવારે સવારે ગંભીર હાલતમાં સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પાણી અને લાઈટના પ્રકાશથી ગભરાવવા જેવા હડકવાના લક્ષણો વૃદ્ધમાં જોવા મળ્યા હતા, ત્યારે છેલ્લા 2 દિવસથી તેઓમાં હડકવાના લક્ષણો હોવાની હિસ્ટ્રી જાણ્યા બાદ સ્થાનિક આરોગ્ય કેન્દ્ર પરથી તેમને વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ વૃદ્ધને 4 માસ અગાઉ શ્વાન કરડી ગયું હતું. જોકે, વૃદ્ધે હડકવા વિરોધી રસી લીધી ન હતી. આ દરમ્યાન છેલ્લા 2 દિવસથી તેઓમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા બાદ તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં પણ રખડતા શ્વાનોનો આતંક સામે આવી ચુક્યો છે. અગાઉ શ્વાનોએ 2 બાળકોને બચકા ભરતા તેઓના મોત પણ નીપજયા છે, ત્યારે વધુ એક વૃદ્ધનું ડોગ બાઈટના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે