-
ઉનાળો શરૂ થતા જ બજારો ઠંડા પીણાંથી ઉભરાયા
-
મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ થયું સતર્ક
-
લોકોના આરોગ્યની સુખાકારી માટે ચેકીંગ હાથ ધર્યું
-
વિવિધ વિસ્તરોની દુકાનોમાંથી નમૂના એકત્ર કરાયા
-
આરોગ્ય વિભાગના દરોડાથી અન્ય લોકોમાં ફફડાટ
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બજારો ઠંડા પીણાંથી ઉભરાય છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લોકોના આરોગ્યની સુખાકારી માટે વિવિધ વિસ્તરોમાં ચેકીંગ હાથ ધર્યું હતું.
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ ઋતુમાં ખાસ કરીને બજારોમાં ઠંડા પીણા અને વિવિધ ફ્રુટ જ્યુસ સહિત આઈસ્ક્રીમની ડિમાન્ડ વધુ જોવા મળતી હોય છે, ત્યારે માનપાના આરોગ્ય વિભાગની ટીમે ફૂડ સેફટી ટીમને સાથે રાખી વિવિધ વિસ્તારોમાં કાર્યાવહી હાથ ધરી હતી.
જેમાં 13 જેટલા વિવિધ સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી આઇસ ડિશ, આઇસ ગોલા, ક્રીમ સહિતના 18 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે. જેનો એક સપ્તાહ બાદ રિપોર્ટ આવશે. તો બીજી તરફ, આરોગ્ય વિભાગના દરોડાના પગલે અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.