સુરત : કોરોના સંક્રમણ વધતાં વિવિધ સમાજ-સામાજિક આગેવાનો સાથે મનપાની બેઠક મળી...

સુરત શહેર તથા જીલ્લામાં કોરોનાના કેસ વધતા હવે વહીવટી તંત્ર સતર્ક થયું છે.

New Update
સુરત : કોરોના સંક્રમણ વધતાં વિવિધ સમાજ-સામાજિક આગેવાનો સાથે મનપાની બેઠક મળી...

સુરત શહેર તથા જીલ્લામાં કોરોનાના કેસ વધતા હવે વહીવટી તંત્ર સતર્ક થયું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસતા વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો સાથે બેઠક યોજી આ મામલે ચર્ચા કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા દિવસથી સુરત શહેર તથા જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ બાદ સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સુરત શહેરના બાળકોમાં જોવા મળ્યા છે, ત્યારે હવે કોરોના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થયું છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અલગ અલગ સમાજ તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠક દરમ્યાન શહેરમાં આઈસોલેસન સેન્ટર શરૂ કરવા જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમ્યાન મનપા કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories