સુરત:મહિલાની છેડતી બાદ મધ્યસ્થી કરનાર યુવાનના હાથનું કાંડું કાપી નાખતા હુમલાખોર

યુનુસ નામના આરોપીએ તલવાર વડે વિશાલના હાથનું કાંડુ કાપી નાખ્યું હતું,જ્યારે અન્ય યુવાનો પર પણ  ચાર થી પાંચ જણાની ટોળકીએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી

New Update

અમરોલીમાં મહિલાની છેડતીનો મામલો
ઈરફાન શેખ નામના યુવાને છેડતી કરી હતી
મહિલાના ઘરની બારીની તોડફોડ કરી હતી
મધ્યસ્થી કરનાર યુવાન પર ટોળકીએ તલવાર વડે કર્યો હુમલો 

વિશાલ દેવમોરારી નામના યુવાનના હાથનું કાંડું કાપી નાખ્યું
અન્ય બે યુવાનો પર પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો 

અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી 

સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલાની છેડતીની ઘટના બની હતી,જે બનાવમાં સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું,જોકે મધ્યસ્થી બનેલા યુવાન પર માથાભારે હુમલાખોરોએ હુમલો કરીને હાથનું કાંડું કાપી નાખતા ચકચાર મચી ગઈ હતી.
સુરતના અમરોલીમાં એક મહિલાની છેડતીની ઘટના બની હતી,જેમાં ઇરફાન નામના યુવાને મહિલાની છેડતી કરી હતી,જોકે મામલો વધુ વણસે ત્યાર પહેલાં આ ઘટના અંગે સમાધાન કરવામાં આવ્યું હતું,જેમાં વિશાલ દેવમોરારી નામના યુવાને મધ્યસ્થી કરી હતી,જોકે આ બાબતની રીસ રાખીને વિશાલ પર હુમલો કરવામાં આવ્યો હતો
અને યુનુસ નામના આરોપીએ તલવાર વડે વિશાલના હાથનું કાંડુ કાપી નાખ્યું હતું,જ્યારે અન્ય યુવાનો પર પણ  ચાર થી પાંચ જણાની ટોળકીએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા,બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો દાખલ કર્યો હતો
અને આ ઘટનામાં ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી,જ્યારે અન્ય આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. હુમલાખોર આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.      
#Gujarat Police #gujarat samachar #surat police #Surat Crime News
Here are a few more articles:
Read the Next Article