સુરત : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા માંડવીના પરિવારનો બમરોલી નજીક અકસ્માત, 6 લોકોના ઘટના સ્થળે મોત...

3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળકનું અકાળે મોત નીપજ્યું હતું. બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળાં તો બીજી તરફ, લાંબો ટ્રાફિક જામ થયો હતો

New Update
સુરત : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા માંડવીના પરિવારનો બમરોલી નજીક અકસ્માત, 6 લોકોના ઘટના સ્થળે મોત...

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બમરોલી ગામ નજીક નેશનલ હાઈવ પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. મળતી માહિતી અનુસાર, સુરતના બારડોલી તાલુકાના બમરોલી ગામ નજીકથી પસાર થતાં નેશનલ હાઈવ પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો બૂકડો બોલવા સાથે 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.

જેમાં 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળકનું અકાળે મોત નીપજ્યું હતું. બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળાં તો બીજી તરફ, લાંબો ટ્રાફિક જામ થયો હતો. ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ બારડોલી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આ પરિવાર બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત ફરતો હતો, ત્યારે કાળનો કોળિયો ભરખી ગયો હતો.