-
અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન નો મામલો
-
જે એન્ડ કે બેંક બહાર યાત્રીઓમાં જોવા મળ્યો આક્રોશ
-
ગત વર્ષે બેંક દ્વારા 100 લોકોના રજીસ્ટ્રેશન કરવામાં આવતા હતા
-
માત્ર 25 લોકોના જ રજીસ્ટ્રેશન થતા યાત્રીઓમાં નારાજગી
-
બેંક બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને નોંધાવ્યો વિરોધ
સુરતમાં અમરનાથ યાત્રા માટેના મેડિકલ સિર્ટીફીકેટ સહિત રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે,પરંતુ જે એન્ડ કે બેંક દ્વારા યાત્રીઓની નોંધણીમાં આડોડાઈ કરવામાં આવતા શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
બર્ફીલા બાબા અમરનાથની યાત્રા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. આ વખતે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાનાર છે. જો કે, યાત્રાએ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જે બંને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, ત્યારે સુરતના રિંગ રોડની જે એન્ડ કે બેંક એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર રજીસ્ટ્રેશનને લઈ શ્રદ્ધાળુઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ હોબાળા મામલે શ્રદ્ધાળુઓએ આક્ષેપ કર્યો હતો કે, દરેક વર્ષે બેંક 100 લોકોને રજીસ્ટ્રેશન કરી આપતી હતી.
આ વખતે તેઓ 25 લોકોને જ રજિસ્ટ્રેશન કરી આપે છે. જે નિર્ણયના વિરોધમાં બેંકની બહાર હર હર મહાદેવ નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.