Connect Gujarat
સુરત 

સુરત : બારડોલી અને સુરતના બંગલાઓમાં કરાયું છે સાત પોર્ન ફીલ્મનું શુટિંગ

સુરતના તન્વીર હાશમીએ બનાવી હતી ફિલ્મો, 50 સભ્યોનું યુનિટ સુરત ખાતે જ રહેતું હતું.

X

પોર્ન ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ કરાયેલાં રાજ કુંદ્રાનું સુરત કનેકશન બહાર આવ્યું છે. સુરતના તન્વીર હાશમીએ બારડોલી અને સુરતમાં બંગલાઓ ભાડે રાખી સાત પોર્ન ફિલ્મ બનાવી હોવાની વિગતો સપાટી પર આવી છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓમાં વધારો થઇ રહયો છે. પોર્ન ફિલ્મ બનાવવામાં મુંબઇની ક્રાઇમ બ્રાંચના હાથે ચઢેલા રાજ કુંદ્રાની પુછપરછમાં રોજ નવા ખુલાસા થઇ રહયાં છે. પ્રોજેકટ ખ્વાબ હેઠળ રાજ કુંદ્રા અન્ય કંપનીઓ સાથે 9 કરોડ રૂપિયામાં 121 પોર્ન કલીપનો સોદો કર્યો હતો. મુંબઇની સાથે દેશના અન્ય શહેરોમાં પણ પોર્ન ફિલ્મનું શુટિંગ કરવામાં આવતું હતું. સુરતના ચોકબજારમાં રહેતાં અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતાં તન્વીર હાશમી ફરતે પણ ગાળિયો મજબુત બની રહયો છે. મુંબઇ પોલીસે થોડા દિવસો પહેલાં મુંબઇના એક બંગલામાં છાપો મારી પોર્ન ફિલ્મ બનાવવાના ગંદા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. આ સમયે અભિનેત્રી ગેહના વશિષ્ઠ સહિત પાંચ લોકોની ધરપકડ કરાઇ હતી જેમાં સુરતના તન્વીર હાશમીનો પણ સમાવેશ થાય છે.

તન્વીર હાશમીએ સુરતના ભાટપોર,ઇચ્છાપોર અને બારડોલીમાં બંગલો ભાડે રાખી પોર્ન ફિલ્મ બનાવી હોવાનું બહાર આવ્યું છે. પોર્ન ફિલ્મો બનાવવા માટે 50 સભ્યોના યુનિટે પણ સુરતમાં જ ધામા નાંખ્યાં હતાં. તન્વીરે અત્યાર સુધીમાં સાત પોર્ન ફિલ્મ બનાવી છે જેમાંથી ત્રણ વેચી નાંખવામાં આવી છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયેલા તન્વીરે પુછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ કર્યા છે જેમાં તે અમેરિકન કંપની માટે વેબ ફિલ્મ બનાવવાનું કહીને પોર્ન ફીલ્મો બનાવતો હતો. મુંબઇ પોલીસની ટીમ તન્વીર હાશમી અને રાજ કુંદ્રા વચ્ચેની લિંક તેમજ તન્વીરના બેંક ખાતાઓની તપાસ કરી રહી છે.

Next Story