/connect-gujarat/media/post_banners/5544c485df8e0adba510feb715d522ba3814c6a06fcb3c34a75b1d61ea43f852.jpg)
સુરત જિલ્લાની બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જોડાણ રદ કરવાનો મામલો ગરમાયો છે.આ વિદ્યાર્થીઓએ આજે બારડોલી કોલેજથી મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું હતું
રાજ્ય સરકાર દ્વારા હાલ કેટલીક કોલેજોનું જોડાણ હાલની યુનિવર્સીટી સાથે રદ કરવા અંગે નિર્ણય લેવાયો હતો. જેમાં સુરત શહેરની કેટલીક કોલેજો સાથે જિલ્લાની અને તેમાં પણ બારડોલીની પી.આર.બી આર્ટ્સ એન્ડ પી.જી.આર કોમર્સ કોલેજનો સમાવેશ કરાયો છે. અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સાથે જોડાણ રદ કરવા અંગે નિર્ણય કરાયો છે. જેને પગલે બારડોલી પ્રદેશ વિદ્યાર્થી સંગઠન દ્વારા લડત ઉપાડવામાં આવી હતી અને બારડોલી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યા ભેગા થયા હતા.બારડોલી કોલેજથી રાજમાર્ગ થઈ રેલી યોજવામાં આવી હતી. અને મામલતદાર કચેરી ખાતે પોહચ્યાં હતા. બારડોલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જોડાણ રદ કરી ઉકા તરસાડીયા ખાનગી યુનિવર્સીટી સાથે જોડાણ કરવા હાલ પેરવી શરૂ કરાય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ખાનગી યુનિવર્સીટી સાથે જોડાણ થતા પછાત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને મળતા સરકારી સહાયના લાભો પણ છીનવાઈ જવાની વિદ્યાર્થી આલમમાં દહેશત ઉભી થઇ છે. જેથી સ્થાનિક વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં લઈને આ નિર્ણય પાછો ખેંચાય અને કોલેજોનું વ્યાપારીકરણ થતું અટકાવવામાં આવે એવી રજુઆત આવેદન થકી કરવામાં આવી છે.