ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતની વાર્ષિક સાધારણ સભાનું સુરત ખાતે આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ૧૩ શાખાઓ પૈકી ભારત વિકાસ પરિષદ કાર્યરત છે અને સમાજના છેવાડાના માનવી સુધી સેવાના કાર્યો કરી શકાય એ માટે ભારત વિકાસ પરિષદ દ્વારા કાર્યો કરવામાં આવે છે ત્યારે ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતની વાર્ષિક સાધારણ સભા સુરત ખાતે આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલ ખાતે મળી હતી. આ પ્રસંગે ભારત વિકાસ પરિસદના પૂર્વ પ્રમુખ પ્રેમકુમાર શારદા,પ્રાંતના ભરતસિંહ ચૌહાણ,દક્ષિણ પ્રાંતના સેક્રેટરી ધર્મેશ શાહ,દક્ષિણ પ્રાંતના અધ્યક્ષ હિતેશ અગ્રવાલ,ફાયનાન્સ સેક્રેટરી પ્રધ્યુમન જરીવાલા,મહિલા અને બાળવિકાસ વિભાગના વર્ષાબહેન પાલ,ભરૂચ ભૃગુભૂમિ શાખાના સંગઠન મંત્રી ભાસ્કર આચાર્ય,સેક્રેટરી કે.આર.જોશી,બજરંગ સારસ્વત,પાર્થ ભટ્ટ સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના દક્ષિણ પ્રાંતના પ્રમુખ તરીકે હિતેશ અગ્રવાલે શપથ ગ્રહણ કર્યા હતા. સેક્રેટરી તરીકે ધર્મેશ શાહ,ફાયનાન્સ સેક્રેટરી તરીકે પ્રધ્યુમન જરીવાલા,દક્ષિણ પ્રાંતના મીડિયા કન્વીનર તરીકે યોગેશ પારિક તેમજ દક્ષિણ પ્રાંતના યુવા કન્વીનર તરીકે જય વ્યાસે શપથ ગ્રહણ કર્યા હતા