/connect-gujarat/media/post_banners/afd1cafc299a68cc67aeb31030b02754a3e7e1ec430cad8de92f945994f2c425.jpg)
સુરત શહેરના VNSGU કન્વેક્શન સેન્ટર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભારત@2047નું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી વર્ષ 2047માં ભારત કેવું હશે તેના રોડ મેપ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સુરતના VNSGU કન્વેક્શન સેન્ટર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારત@2047નું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આગામી વર્ષ 2047ના ભારતની કલ્પના કરી હતી. ઉપરાંત સુરત આર્થિક પાટનગર છે, ત્યારે હીરા નગરી પણ 2 કદમ આગળ વધી રહી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.