-
પીપલોદ રોડ પર બાઈકર્સ ગેંગનો સ્ટંટ
-
સ્ટંટ કરવાની પરમિશન કોણે આપી તપાસનો વિષય
-
બાઇકર્સ દ્વારા જાહેર રસ્તાઓ પર કર્યો સ્ટંટ
-
નાના બાળકોને બાઈક પર બેસાડી સ્ટંટ કરવામાં આવ્યો
-
પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ
સુરતના પીપલોદ પાસે જાહેર રસ્તા પર બાઈકર્સ ગેંગ દ્વારા સ્ટંટ બાજી કરવામાં આવી હતી,ઘટના બાદ પોલીસ એક્શનમાં આવતા બાઈકર્સ ગેંગમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરતના પીપલોદ પાસે જાહેર માર્ગને બંધ કરીને બાઈકર્સ ગેંગ દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હતા.
જોકે આ સમયે બાઈક પર બાળકોને બેસાડીને પણ સ્ટંટ કરવામાં આવ્યા હતા,જોકે આ સમયે સ્થાનિક લોકોની ભીડ પણ ઉમટી હતી,અને આ સ્ટંટ બાજીના વિડીયો પણ વાયરલ થયા છે.
જેના કારણે પોલીસ પણ હવે એક્શનમાં આવી છે,જાણવા મળ્યા મુજબ જાહેર રસ્તા પર જોખમી સ્ટંટ કરવા અંગેની જરૂરી પરવાનગી લીધી છે કે નહીં તે પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે,ઉપરાંત રસ્તાઓ બંધ કરવા સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે.ત્યારે હવે પોલીસ દ્વારા સ્ટંટ બાજી કરતી બાઈકર્સ ગેંગ સામે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.