New Update
યુપી મોડેલ પર સુરતમાં કરાઈ માંગ
ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે કરી માંગ
મનપાની સામાન્ય સભામાં ઝીરો હવર્સ દરમિયાન કરી માંગ
હોટલના મૂળ માલિકનું નામ તપાસવા માટે કમિટી બનાવવા માંગ
કસૂરવાર હોય તો કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી
સુરત શહેરના ભાજપના કોર્પોરેટર દ્વારા મનપાની સામાન્ય સભામાં હોટલ અને ખાણીપીણીના લારી ધારકોએ પોતાનું નામ લખવા માટે સૂચન કરવા અંગેની માંગ કરી છે.
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં જ હોટેલ તેમજ ખાણીપીણીની લારીઓ કે દુકાન ધરાવતા વેપારીઓને પોતાની નેમ પ્લેટ લગાવવા માટે સૂચના આપવામાં આવી છે,ત્યારે હવે સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે પણ યુપી સરકારના નિયમની સરાહના કરી છે, મનપાની સામાન્ય સભામાં સુરત શહેરમાં પણ હોટેલ તેમજ ખાણીપીણીની લારીઓ અને દુકાનો પર માલિકોના નામની નેમ પ્લેટ લગાવવા માટે માંગ કરવામાં આવી છે,હવે જોવું એ રહ્યું કે ભાજપના કોર્પોરેટરે કરેલી માંગ પર મનપા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.
Latest Stories