Connect Gujarat
સુરત 

સુરત : ભાજપના કાર્યકરે સગીરા પર દુષ્કર્મ કર્યું અને બાદમાં મિત્ર પાસે ધમકીઓ અપાવી, જુઓ શું થયું સગીરાનું

સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો, મહારાષ્ટ્ર ખાતે લઇ જઇ સગીરા સાથે બાંધ્યા હતાં શારીરીક સંબંધો.

X

સુરતમાં ભાજપના કાર્યકરને દાદાગીરીથી કંટાળી સગીરાએ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ભાજપના કાર્યકર સામે સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોધાવતાં તે હાલ જેલમાં છે પણ તેના મિત્રો મારફતે સગીરાની હેરાનગતિ કરી રહયો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ગાંધીકુટીરમાં રહેતાં ભૂષણ વિજય પાટીલ વિરુદ્ધ પોણા બે મહિના અગાઉ પીડિતાએે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી ભુષણ પાટીલની ધરપકડ કરી છે. લોકડાઉનના સમયમાં આરોપી કે જે ભાજપનો કાર્યકર છે તે લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપીએ પ્રથમ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો.

આરોપીએ સગીરાના બિભત્સ ફોટા તેમજ વિડીયો ઉતારી લીધાં હતાં. સગીરાએ પોણા બે મહિના અગાઉ ઉધના પોલીસ મથકમાં વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપીએ પોતાનો સામેનો કેસ પાછો લેવા માટે સગીરા તથા તેના પરિવારને મિત્ર મારફતે ધમકી આપવાની શરૂઆત કરી હતી.

ભોગ બનનાર સગીરાની માતાએ જણાવ્યું હતું કે, તેની દીકરી દીકરી હોસ્પિટલમાં નોકરી કરે છે ભૂષણનો મિત્ર જ્ઞાન પાટીલ તેનો કાયમ પીછો કરે છે અને તેને ધમકી આપે છે કે ભૂષણ જેલમાંથી છૂટીને આવશે તો તમને લોકોને મારી નાખશે તેમ જણાવી ધમકીઓ આપે છે. ધમકીઓથી કંટાળી સગીરાએ ઉંઘની ગોળીઓ ખાય લેતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી છે.

Next Story