સુરત: BJPનું ઓપરેશન ડિમોલિશન, આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા

પક્ષપલટો કરનારા કોર્પોરેટરની સંખ્યા 12 થઈ છે. હવે 15 કોર્પોરેટર જ આમ આદમી પાર્ટીમાં રહ્યા છે,

New Update
સુરત: BJPનું ઓપરેશન ડિમોલિશન, આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા

સુરત આમ આદમી પાર્ટીમાં આજે ફરી ગાબડું પડ્યું છે.6 દિવસ પહેલાં AAPના છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે વધુ બે કોર્પોરેટરે આમ આદમી પાર્ટીનો સાથ છોડી ભાજપમાં જોડાયા છે. કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ AAPમાંથી ભાજપમાં જોડાયા છે. અત્યારસુધીમાં 12 કોર્પોરેટરે AAPનો છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ભાજપે નામ આપ્યું છે ‘ઓપરેશન ડિમોલિશન’.સુરતમાં ગત મનપાની ચૂંટણીમાં AAPમાંથી 27 કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતા. પહેલાં 4 કોર્પોરેટર AAPમાંથી ભાજપમાં ગયા હતા. બાદમાં 6 દિવસ પહેલાં વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. આજે વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાતાં પક્ષપલટો કરનારા કોર્પોરેટરની સંખ્યા 12 થઈ છે. હવે 15 કોર્પોરેટર જ આમ આદમી પાર્ટીમાં રહ્યા છે, આથી વિપક્ષનું પદ પણ જોખમમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Latest Stories