Connect Gujarat
સુરત 

સુરત : શાંતિપૂર્ણ માહોલમાં યોજાતી બોર્ડની પરીક્ષા, ગેરરીતિ સામે ન આવતા તંત્રની કામગીરીને બિરદાવાય...

X

સુરત શહેર તથા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે, જ્યાં તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.

સુરત શહેર તથા જિલ્લામાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ તૈયારીના ભાગરૂપે બોર્ડની પરીક્ષા કોઈપણ ગેરરીતિ વગર યોજવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની સમસ્યા ઊભી ન થાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધા ઊભી કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ તેમજ સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બનાવાયેલ ટીમ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે હાલ તો સુરત શહેર તથા જિલ્લામાં ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે ન આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.

Next Story
Share it