Connect Gujarat
સુરત 

સુરત : હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ, ઓમિક્રોન વેરિયન્ટના કારણે રફ હીરાના ઓનલાઈન બિઝનેસમાં વધારો

દિવાળી વેકેશન બાદ શહેરના તમામ ડાયમંડ યુનિટો શરૂ, ઓમિક્રોનના કારણે રફ હીરાનો ઓનલાઈન બિઝનેસ વધ્યો

X

દિવાળી વેકેશન બાદ હવે સુરતના હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ કરતા હીરા વેપારીઓ પણ હવે ઓનલાઈન રફ હીરા મંગવાતા થયા છે.

તાજેતરમાં દિવાળી વેકેશન બાદ હવે સુરત શહેરના લગભગ તમામ ડાયમંડ યુનિટો શરૂ થઈ ગયા છે. યુરોપ-અમેરિકા સહિતના દેશોમાં ક્રિસમસનો તહેવાર અને ચાઇનામાં ચાઈનિઝ ન્યૂ યર આવી રહ્યું હોવાથી સુરતના હીરાની માંગમાં વધારો થયો છે, ત્યારે સુરતના વેપારીઓ દ્વારા આ બન્ને તહેવારો માટે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ખાસ કરીને ઈન્ટરનેશનલ માર્કેટમાં હાલ જ્વેલરીની ડિમાન્ડ વધુ હોવાના કારણે હીરાની માંગમાં પણ સતત વધારો થયો છે. જોકે, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કારણે શહેરના અનેક હીરા વેપારીઓ હવે ઓનલાઈન રફ હીરા મંગાવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં માત્ર 10થી 20 ટકા જ હીરા વેપારીઓ ઓનલાઈન રફ હીરા મંગાવતા હતા, જે હવે 40 ટકાથી વધુ વેપારીઓ ઓનલાઈન રફ હીરાની ખરીદી કરતા થયા છે. જેથી સુરતના હીરા ઉદ્યોગમાં હાલ તો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Next Story