Connect Gujarat
સુરત 

સુરત : ઊંભેળ ગામે હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાંથી 80 લાખનો ગાંજો ઝડપાયો, ચાલક વોંટેડ

પાર્કિંગમાં એક કન્ટેનર ટ્રક પાર્ક કરી, પોલીસે તપાસ કરતાં ચાલક હાજર હતો નહિ, ગાંજાનો જથ્થો ભરેલી 30 પ્લાસ્ટિકની ગુણો મળી

X

સુરત જિલ્લાના કામરેજના ઊંભેળ ગામે હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાંથી પોલીસે ટ્રકમાંથી 701.100 કિલોગ્રામ ગાંજો અને ટ્રક મળી કુલ રૂપિયા 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકને વોંટેડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લા એસઓજી પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઊંભેળ ગામની સીમમાં ને.હા.48 ઉપર રોડની બાજુમાં આવેલ હોટલ મહાદેવના પાછળની તરફના પાર્કિંગમાં એક કન્ટેનર ટ્રક પાર્ક કરી છે અને તે ટ્રકમાં કોઈ શંકાસ્પદ પદાર્થ છે. મળતી માહિતી અનુસાર એસઓજી પોલીસની ટીમ જગ્યાએ પાર્કિંગમાં પહોંચતા ત્યાં એક શકાસ્પદ ટ્રક નંબર HR-46-D-7337 પાર્ક હતી અને ટ્રકની આસપાસ તપાસ કરતાં ચાલક મળી આવ્યો ન હતો. જેથી પોલીસે ટ્રકની પાછળના ભાગે તપાસ કરતાં તેમાંથી ગાંજાનો જથ્થો ભરેલ 30 જેટલી પ્લાસ્ટિકની ગુણો મળી આવી હતી અને તેનું વજન કરતાં 701.100 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂ. 70,11,000 લાખ તેમજ ટ્રક કિંમત રૂ. 10 લાખ મળી કુલ રૂ. 80,11,000નો મુદ્દામાલ એસઓજી પોલીસે જપ્ત કર્યો હતો.

પોલીસે હોટલના માલિકની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યુ હતું કે આ ટ્રક બે દિવસ અગાઉ કોઈ પાર્ક કરી ગયું હતું. પોલીસે ચાલકને વોંટેડ જાહેર કર્યો હતો. અને ગાંજાનો જથ્થો કોણ અને ક્યાંથી લાવ્યું અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story