Connect Gujarat
સુરત 

સુરત : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે ખૂની ખેલનો મામલો, સારવાર વેળા ઇજાગ્રસ્તનું મોત

સુરત સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે બોલાચાલી થતાં તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો થયો હતો

X

સુરત સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે બોલાચાલી થતાં તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો થયો હતો. જેમાં એક ચાલકને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પોલીસે 3 આરોપી વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.

ગત તા. 30 જાન્યુઆરીના રોજ સુરતની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ નજીક જૂની અદાવતની રીસ રાખી ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે વિવાદ સર્જાયો હતો, ત્યારે આ વિવાદ ઉગ્ર ઝઘડામાં રૂપાંતર થતાં વાત મારામારી સુધી પહોચી હતી. જેમાં એક એમ્બ્યુલન્સના ચાલકે તીક્ષ્ણ હથિયાર વડે અન્ય એમ્બ્યુલન્સના ચાલક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારે ગંભીર ઇજાના પગલે ગણેશ નામના એમ્બ્યુલન્સના ચાલકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગત રોજ સાંજના સમયે ગણેશનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતો. આ મામલે ખટોદરા પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story