પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ મામલે આજ રોજ સુરત ચૌધરી સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. અઠવાગેટ ચોપાટી ખાતેથી કલેકટર સુધી રેલી યોજી વિપુલ ચૌધરીની અટકાયત નાબૂદ કરવા માંગ કરાઈ હતી
દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેનને રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા મામલે ધરપકડ કરવામાં આવી છે તેઓના સમર્થકો દ્વારા રાજ્યભરમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે જ્યારે સુરત ખાતે આજે પણ મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો અઠવાગેટ ચોપાટી ખાતે એકત્રિત થયા હતા તેઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કલેકટર સુધી રેલી યોજી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીને ધરપકડમાંથી મુક્ત કરી કેસ નાબૂદ કરવા માંગ કરી હતી જો માંગ ના સ્વીકારવામાં આવે તો સમગ્ર બક્ષીપંચ સમાજ આગામી દિવસોમાં આંદોલન કરશે તેની જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી ચૌધરી સમાજના આગેવાને આપી હતી