માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
બાળક અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડ્યો
બાળક પાણીની ટાંકીમાં પડી જતા મોતને ભેટ્યો
ત્રણ વર્ષીય બાળકના મોતથી પરિવાર શોકમગ્ન
સુરતના હાજીરામાંથી માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના પ્રકાશમાં આવી છે,જેમાં એક ત્રણ વર્ષીય બાળક ઘરની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતા મોતને ભેટયું હતો,ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના હજીરાના મોરા ટેકરા ગામની તપોવન કોલોનીમાં રહેતા નિષાદ પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો,કારણ કે ઘરના આંગણમાં જ રમતો ત્રણ વર્ષીય માસુમ અકસ્માતે મોતને ભેટ્યો હતો,જેમાં બન્યું કંઈક એવું હતું કે શ્રીરામ નિષાદનો ત્રણ વર્ષીય પુત્ર દિવ્યેશ ઘર આંગણમાં રમી રહ્યો હતો.તે દરમિયાન અચાનક તે ઘરની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયો હતો,જોકે ઘર પાસે રમતો દિવ્યેશ પરિવારજનોને ક્યાંય નજરે ન ચઢતા તેની શોધખોળ કરી હતી,અને તે ગંભીર હાલતમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.
પરિવારજનોએ દિવ્યેશને ટાંકીમાંથી બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા,પરંતુ ઉપસ્થિત તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ ઘટના અંગે ઇચ્છાપોર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.