/connect-gujarat/media/media_files/2025/12/02/dog-bites-2025-12-02-18-41-36.jpg)
સુરતના ભાઠેના વિસ્તારમાં રમી રહેલા 7 વર્ષીય બાળક પર બે જેટલા શ્વાને હુમલો કર્યો હતો.આ હુમલામાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અને બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુરતના ભાઠેના વિસ્તારમાં શ્રમજીવી પરિવારનું બાળક શ્વાન એટેકનો ભોગ બન્યું હતું.માતા પિતા ટ્રેક્ટરમાંથી રોડા ખાલી કરીને ભોજન કરી રહ્યા હતા.અને તેમનું 7 વર્ષનું બાળક નજીકમાં રમતો હતો.તે દરમિયાન અચાનક બે જેટલા શ્વાને બાળક પર હુમલો કરી દીધો હતો.જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.શ્વાનના હુમલામાં બાળકને ગળા,માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી,ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.