Connect Gujarat
સુરત 

સુરત: માંડવીના આ ગામે બાળકો જર્જરિત શાળામાં અભ્યાસ કરવા મજબૂર, જુઓ સરકાર શું કહી રહી છે

ગુજરાતમાં સુવિધાસભર શિક્ષણના દાવા વચ્ચે સુરતના માંડવી તાલુકાના પૂના ગામે સરકારી શાળાના બાળકો કડકડતી ઠંડી વચ્ચે શાળાની ઓસરીમાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે

X

ગુજરાતમાં સુવિધાસભર શિક્ષણના દાવા વચ્ચે સુરતના માંડવી તાલુકાના પૂના ગામે સરકારી શાળાના બાળકો કડકડતી ઠંડી વચ્ચે શાળાની ઓસરીમાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે.

એકબાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ક્લાસથી સજ્જ શાળાની વાત કરી રહી છે,તો બીજીબાજુ સુરત જિલ્લાની માંડવી તાલુકાની પુના ગામને આશ્રમ ફળિયામાં આવેલ શાળા જર્જરિત અવસ્થામાં પહોંચી ગઈ છે જેને લઇને હાલ કડકડતી ઠંડીમાં બાળકો શાળાની ઓસરીમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળા જર્જરિત અવસ્થામાં હોવાથી વાલીઓને સતત ભય સતાવી રહ્યો છે જેને લઇને અને તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા અચકાઈ રહ્યા છે અને ફળિયાની શાળામાં અભ્યાસ કરવાની જગ્યાએ અન્ય શાળામાં મોકલી રહ્યા છે,શાળાનું સમારકામ થાય તેવી સૌ કોઈ ગ્રામજનો માગ કરી રહ્યાં છે,કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો કરી રહ્યા છે.-જર્જરિત શાળાને લઈને શાળાના મુખ્ય શિક્ષિકા ભાનું બહેન ચૌધરીએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે, પુના ગામના સરપંચ મહેન્દ્રભાઈ ચૌધરીએ પણ તાલુકા શિક્ષણ સંઘમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું,સરપંચ મહેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે શાળા જર્જરિત હોવાથી એક ભય સતાવી રહ્યો છે.

જર્જરિત શાળાને લઈને માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે નવા બજેટમાં જૂની નળિયા વાળી તમામ શાળાઓ નવી બનાવાની દરખાસ્ત આવી છે પુના ગામ સહિત ગુજરાતની તમામ શાળાઓ અપગ્રેડ કરવામાં આવશે,તેમજ પુના ગામની જર્જરિત શાળાને લઈને અધિકારીઓને સૂચન કરવામાં આવશે.

Next Story