સુરત: 121માં બ્રિજનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, વિકાસની રાજનીતિ PM મોદીએ સમજાવી:CM

બ્રિજ સીટી તરીકે જાણીતા એવા સુરત શહેરમાં વધુ 121માં બ્રિજનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

સુરત: 121માં બ્રિજનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, વિકાસની રાજનીતિ PM મોદીએ સમજાવી:CM
New Update

સુરત શહેરમાં વધુ 121માં બ્રિજનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સાથે જ વાલક અને અબ્રામાને જોડતા તાપી નદી પર 179 કરોડના ખર્ચે બનાવેલા નવનિર્મિત બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં હતો.મુખ્યમંત્રીના હસ્તે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રૂ.403.03 કરોડના ખર્ચે નિર્મિત રિંગ રોડ અને તાપી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરત શહેરી વિકાસ સતામંડળના કુલ 20.66 કરોડના ખર્ચે 13 કામોનું લોકાર્પણ કરાયું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં એક નિવેદન આપતા જણાવ્યું છે કે આજે કોઈ પણ ચૂંટણી આવે વિકાસની વાત કરવી જ પડે છે.વિકાસની રાજનીતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાવ્યા છે.વિકાસની રાજનીતી અને વિકાસ કોને કહેવાયએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે.

#CM Bhupendra Patel #Narendra Modi #Surat #Gujarat CM #Bridge Inauguratuion
Here are a few more articles:
Read the Next Article