Connect Gujarat
સુરત 

સુરત : સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રોજગાર દિવસ નિમિત્તે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો

સુરતના ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો, 5950 જેટલા રોજગારવાંચ્છુ નિમણૂંક પત્ર એનાયત.

X

સુરત ખાતે રોજગાર દિવસ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે પાંચ વર્ષ પૂર્ણતાના અવસરે આજે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રોજગાર દિવસ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને સુરતના આંગણે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો છે. મુખ્યમંત્રી રૂપાણી સરસાણા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે પાંચ વર્ષ પૂર્ણતાના અવસરે તા.1 થી તા.9મી ઓગષ્ટ સુધી વિવિધ જન કલ્યાણના કાર્યક્રમો કરી રહી છે.

સુરત સરસાણા પ્લેટેનિયમ હોલ ખાતે આયોજીત 'રોજગાર દિવસ' નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂકો તથા રોજગાર મેળાઓઓમાં પસંદગી પામેલા યુવાનો મળી કુલ 62 હજાર યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. આ સાથે જ 'અનુબંધમ્ રોજગાર' પોર્ટલનો પણ મુખ્યમંત્રી હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ યુવાનોની બેરોજગારીની ખોટી વાતો કરી રહ્યા છે પરંતુ સત્ય એ છે કે તેઓ પોતે બેરોજગાર થઇ ગયા છે.

રોજગાર દિવસે 50 હજાર યુવાનોને રોજગારી આપવાનો લક્ષ્યાંક હતો પરંતુ 62 હજાર યુવાનોને રોજગાર આપવામાં આવ્યો છે. ગુજરાત રોજગારની દ્રષ્ટિએ દેશમાં અગ્રસ્થાને છે. ગુજરાતની ભૂમિ અપોર્ચ્યુનિટીની ભુમી છે અહીં યુવાનોને રોજગાર મળે છે.

Next Story