Connect Gujarat
સુરત 

સુરત: લિંબાયત સહિતના વિસ્તારોમાં ખાડી પૂર પાછળ ગેરકાયદેસર બાંધકામ જવાબદાર હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન શરૂ થતાં મામલો ગરમાયો હતો અને ત્યાર બાદ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

X

સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોનમાં આ વર્ષે આવેલા પુરના કારણે અનેક વિસ્તારમાં ત્રણથી ચાર દિવસ પાણીનો ભરાવો રહ્યો હતો. મીઠી ખાડીમાં ભારે પુર આવતા કમરૂ નગર, રતનજી નગર, મઝદા પાર્ક, જંગલ શા બાબા દરગાહ, ઋષિ વિહાર, માધવબાગ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. ચાર-ચાર દિવસ સુધી નાગરિકોએ ખાડી પુરને કારણે લોકોની મુશ્કેલી વધી હતી.મિલેનિયમ માર્કેટ- 4ના બાંધકામ સાથે ખાડી પર બનાવવામાં આવેલા ગેરકાયદે બ્રિજના કારણે પૂર આવી રહ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહ્યું છે.

કોંગ્રેસે આજે મિલેનિયમ માર્કેટ-4ની બહાર ધરણા પ્રદર્શનનું શરૂ કયું હતું. જેના કારણે પોલીસ પણ દોડી આવી હતી. કોગ્રેસે માગણી કરી છે કે, 2018થી મિલેનિયમ ટેક્સટાઇલ-4 માર્કેટ સંચાલકો દ્વારા મીઠી ખાડી પર ખાનગી ધોરણે પુલ બનાવી દેવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન શરૂ થતાં મામલો ગરમાયો હતો અને ત્યાર બાદ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

Next Story