Connect Gujarat
સુરત 

સુરત : લિંબાયત પોલીસ દ્વારા યોજાય ક્રિકેટ ટુર્નામેન્ટ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત પોલીસ કમિશનર રહ્યા ઉપસ્થિત

પોલીસ જવાનો અને સામન્ય લોકો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી ક્રાઈમ પર કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે

X

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પોલીસ કમિશનર અજય તોમર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રમત ગમતના માધ્યમથી સામાન્ય માણસ અને પોલીસ જવાનો એકબીજાના સંપર્કમાં આવે તે હેતુથી સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પોલીસ કમિશનર અજય તોમર વિશેષ ઉપસ્થિત રહી સહભાગી થયા હતા. પોલીસ જવાનો અને સામન્ય લોકો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી ક્રાઈમ પર કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર મહાનુભાવોએ આજની યુવાપેઢીને નશા તરફ નહીં વળવા પણ અપીલ કરી હતી.

Next Story