સુરત: મુંબઈથી ટ્રેનમાં MD ડ્રગ્સ લાવનાર 2 મહિલાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ,રૂ 20 લાખની કિમતનું ડ્રગ્સ ઝડપાયું

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી સુરત ટ્રેનમાં બે મહિલા એમડી ડ્રગ્સ લઈને આવતા લિનિયર બસ સ્ટેશન પાસે ઝડપી પાડી હતી.

New Update

સુરતમાં નશીલા પદાર્થ લાવવા માટે સપ્લાયરો સતત કોઈને કોઈ રીત અપનાવે છે ત્યાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમને મુંબઈથી આશરે 35 થી 40 વર્ષની બે મહીલા ટ્રેનમાં પ્રતિબંધિત પદાર્થનો જથ્થો લઈ આવી અને તેની ડીલીવરી સુરત ખાતે આપનાર છે તે બાતમી મળી હતી તેના આધારે સુરત લિનિયર બસ સ્ટોપ પાસે જુની સરદાર માર્કેટ તરફ જતા રિંગરોડ ઉપરથી બે મહીલાઓ હીના શૌકત અલી મુમતાઝઅહેમદ શેખ તથા હમત ઈરફાન અલીમ સૈયદને પકડી પાડી હતી. તેમની અંગઝડતી કરતા મહીલાઓ પાસેથી 20.90 લાખની કિમતનું 209.06 ગ્રામ MD ડ્રગ્સ તથા 2 મોબાઇલ ફોન મળીને કુલ 21 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

Latest Stories