-
ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી સફળતા
-
ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયો
-
સીકલીગર ગેંગના ત્રણ આરોપી ઝડપાયા
-
આંતરરાજ્ય ચોરીને આપતા હતા અંજામ
-
ઈક્કો કાર ચોરીને કરતા હતા ઘરફોડ ચોરી
સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા પ્રાપ્ત થઇ છે,જેમાં આંતરરાજ્ય ચોરીને અંજામ આપતા સીકલીગર ગેંગના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત તથા વલસાડ જિલ્લામાંથી ઈક્કો કાર ચોરી કરી અલગ અલગ 13 જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી.અને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીકલીગર ગેંગના ત્રણ આરોપીને મહારાષ્ટ્રના થાણે ખાતેથી ઝડપી લીધા હતા.અને પોલીસે આરોપીઓ પાસેથી 3 ચાંદીની પાયલ, 3 ચાંદીના સિક્કા, 4 મોબાઇલ ફોન તથા ચોરી કરવાના સાધનો સહિત કુલ રૂપિયા 66 હજાર 968નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ તપાસમાં આરોપીઓ વિરુદ્ધ સુરત, વલસાડ, ભીલાડ, વાપી, મુંબઈમાં કુલ 28 જેટલા ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે.આ આરોપીઓમાં સતવીરસિંગ તથા અનિલસિંગ બંને સાળો બનેવી છે.
સતવીરસિંગ પાસે પૈસા ન હોવાથી મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતા તેના સાળા અનિલસિંગને સુરત બોલાવ્યો હતો,અને અનિલસિંગ સાથે કામ કરતા મોહનસિંગને પણ સુરત બોલાવવામાં આવ્યો હતો,અને આરોપીઓએ ભેગા મળીને ચોકબજાર વિસ્તાર માંથી ઈક્કો કાર ચોરી કરી હતી.
અને સુરત,વલસાડ સહિતના જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.વધુમાં જ્યારે પોલીસની ધોંસ વધતા આરોપીઓ કાર જેતે જગ્યા પર છોડીને ફરાર થઇ જતા હતા.હાલ પોલીસે ત્રણ સિકલીગરોની ધરપકડ કરીને તેઓની ગેંગના અન્ય સાગરીતોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.