સુરત : સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર ક્રાઇમ બ્રાંચના દરોડા, 4 સંચાલકો સહિત 5 ગ્રાહકોની ધરપકડ

સુરત શહેરના પોષ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સ્પાની આડમાં કૂટણખાના ચાલી રહ્યા હોવાની ચર્ચા ઉઠી હતી,

New Update
સુરત : સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર ક્રાઇમ બ્રાંચના દરોડા, 4 સંચાલકો સહિત 5 ગ્રાહકોની ધરપકડ

સુરત શહેરના પોષ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સ્પાની આડમાં કૂટણખાના ચાલી રહ્યા હોવાની ચર્ચા ઉઠી હતી, ત્યારે ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વેસુ VIP રોડ, રઘુવીર બીઝનેસ પાર્કના પહેલા માળે થાયા નામની શોપમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડીને સ્પાના સંચાલક જીરાપત નેબકલંગ, મેનેજર મુકેશકુમાર, વિજયકુમાર પટેલ તેમજ ગ્રાહક ચેતન પટેલ, વિમલ શાહ, પુરણસિંહ રાજપુરોહિત, હરેશ કુકડીયા સહિત અમિત પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ સ્પાના માલિક ભાવેશ અને અનીલને વોન્ટેડ જાહેર કરી રોકડ રકમ 10,600 રૂપિયા, 9 નંગ મોબાઈલ ફોન મળી કુલ 55 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories