સુરત: નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સાયબર સંજીવની 2.0 કાર્યક્રમ યોજાયો

નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સ્વનિર્ભર શાળા સંચાલ મંડળ અને સુરત એકેડેમી એસોસિએશનના સંયુક્ત પ્રયાસ રૂપે શિક્ષકો માટે સાયબર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

સુરત: નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સાયબર સંજીવની 2.0 કાર્યક્રમ યોજાયો
New Update

સુરત શહેરના નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સ્વનિર્ભર શાળા સંચાલ મંડળ અને સુરત એકેડેમી એસોસિએશનના સંયુક્ત પ્રયાસ રૂપે શિક્ષકો માટે સાયબર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

સુરત શહેર પોલીસ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરત અને સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ ખાતે "સાયબર સંજીવની 2.0" કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં સાયબર સેફ્ટીની માહિતીઓ સાથે એક વિશેષ નાટક મારફતે લોકોમાં જાગૃતતા લાવવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા સંજીવની 2.0 કાર્યક્રમને શુભેચ્છા આપવાની સાથે હાલવા સરથાણા ખાતે બનેલ લૂંટના પાર્સલની ઘટનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પડતા અભિનંદન પાઠવ્યા હતા.ઓનલાઈન છેતરપીંડી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ કેવી રીતે આચરવામાં આવે છે તેને લઈને એક સરસ મજાનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું.જેનો શિક્ષકોએ ખૂબ જ આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોષ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત શિક્ષકો સહિત વિવિધ શાળાના સંચાલકો હજારોની સંખ્યામાં જોડાયા હતા

#Gujarat #Surat #program #citizens #protect #Harsh Sanghvi #Cyber Crime #Cyber Sanjeevni 2.0
Here are a few more articles:
Read the Next Article