New Update
/connect-gujarat/media/post_banners/1c1a9ec20f4af8c862323f75c2b38bbd9cdb4b572acdb580852b74f3bef8fe12.jpg)
સુરતના ઉતરાણ વિસ્તારમાં નવ નિર્મિત બાંધકામની કામગીરી સમયે કામદાર નીચે પટકાતા તેનું કરૂણ મોત નિપજયુ હતું
કાપડનગરી સુરતમાં અનેક નવા બાંધકામો થઈ રહ્યા છે ત્યારે સુરતના ઉતરાણ વિસ્તારમાં બિલ્ડીંગનું કામકાજ ચાલી રહયું હતું આ સમયે 40 વર્ષીય શ્રમજીવી ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો જેમાં ગંભીર ઇજાના પગલે તેનું મોત નિપજયુ હતું. બનાવની જાણ થતાં જ આસપાસમાં કામ કરી રહેલ શ્રમજીવીઓ દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.