Connect Gujarat
સુરત 

સુરત: પલસાણાના જોળવા નજીક બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

X

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત 20 - 2 - 2022 ના રોજ દુષ્કર્મ બાદ બાળકી હત્યા મામલે બારડોલી કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં મુખ્ય આરોપીને ફાંસીની સજા ફટકાવામાં આવી છે 20 ફેબ્રુઆરી 2022 ના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે માસૂમ બાળાને બિલ્ડીંગમાં જ રહેતા નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી.બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા બાદ તેના ઉપર પાશવી બળાત્કાર ગુજારી હત્યા કરી હતી.

પોલીસે ગણતરીના દિવસો મા જ દયાચંદ્ ઉમરાવ પટેલ તેમજ મદદગારી કરનાર કાલુરામ જાનકી પ્રસાદ ની ધરપકડ કરી લીધી હતી.જે બાબતે બારડોલી કોર્ટમાં કેસ ચાલતો હતો.બારડોલી સેસન્સ કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને આજે સજાનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યા આરોપી દયાચંદ પટેલને ફાંસી તો મદદગારી કરનાર આરોપી કાલુરામને આજીવન કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે જેના કારણે ચકચાર મચી જવા પામી છે

Next Story