સુરત પોલીસે માથાભારે સજ્જુ કોઠારી પર કાયદાનો કોરડો વીંઝતા તેણે ગેરકાયદેસર કબ્જો જમાવેલ મિલકત મૂળ માલિકને પરત કરી હતી.
સુરત શહેરના ઘોડદોડ રોડ ખાતે ડીસી માં રહેતા 46 વર્ષીય અનિલભાઈ મુરલીભાઈ છટવાણીનો પરિવાર નાનપુરા જમરૃખ ગલી ખાતે આવેલી મિલકત સિંધ બેકરી ચલાવતો હતો આ મિલકતનો તેઓ સિંઘ બેકરીના ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા તેમની બેકરી બંધ થઈ જતા આ મિલકત બંધ રહેતી હતી આશરે 100 વાર વાળી મિલકત પર આ વિસ્તારના માથાભારે સરજુ કોઠારી તથા તેના ભાઈઓએ વર્ષ ૨૦૧૫થી કબજો જમાવી દીધો હતો સરજુ કોઠારી વિરુદ્ધ ગુજસીટોક અને લેન્ડ ગ્રેબિંગના ગુના દાખલ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી આ જાણ સમાચાર દ્વારા અનિલભાઈને થઈ હતી જેથી તેમને હિંમત મળતા તેમને પોલીસ કમિશનરને મળી લેખિત અરજી કરી હતી જેથી તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી ત્યારે કબજો કરનારને લેન્ડનો બીજો ગુનો દાખલ થશે તે અંગેની ખબર પડી જતાં તાત્કાલિક ગેરકાયદેસર કબજે કરેલી જગ્યાઓ ખાલી કરી દીધી હતી અને તેમાંથી તેઓને સામાન ખસેડી લીધો હતો