સુરત : ગણેશોત્સવને મંજુરી આપવા યુવક મંડળોની માંગ, જુઓ સુરતમાં કેવા લાગ્યાં બેનર્સ

જન આર્શીવાદ યાત્રા બાદ ગણેશ યુવક મંડળો આક્રમક ભાજપની રેલીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી સરકાર ગણેશ મહોત્સવને મંજુરી આપે તેવી કરાય છે માંગણી આર્શીવાદ લેવાવાળાની યાત્રા તો આર્શીવાદ આપવાવાળાની કેમ નહિ ?

સુરત :  ગણેશોત્સવને મંજુરી આપવા યુવક મંડળોની માંગ, જુઓ સુરતમાં કેવા લાગ્યાં બેનર્સ
New Update

કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે હવે ગણેશ યુવક મંડળો ગણેશોત્સવમાં વાજતે ગાજતે શ્રીજીની શોભાયાત્રા કાઢવાની મંજુરી આપે તેવી માંગણી કરી રહયાં છે. ભાજપની જન આર્શીવાદ યોજનામાં એકત્ર થયેલી જનમેદની બાદ હવે ગણેશ યુવકો મંડળો પણ સરકારનું નાક દબાવવા સજજ બન્યાં છે.....

ગત વર્ષે કોરોનાના કહેરના કારણે ગણેશ મહોત્સવની ઉજવણી ધામધુમથી કરવામાં આવી ન હતી. દોઢ વર્ષ બાદ હવે કોરોનાનો કહેર ઓછો થઇ ગયો છે. અને તાજેતરમાં ભાજપે રાજયભરમાં જન આર્શીવાદ યોજના કાઢી હતી. જેમાં ડીજેના તાલ સાથે બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી. રાજયમાં ભાજપની જ સરકાર છે ત્યારે આગામી દિવસોમાં સરકાર ગણેશ યુવક મંડળોને પણ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવા માટે મંજુરી આપે તેવી માંગ પ્રબળ બની રહી છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સરકાર સામાન્ય લોકો પાસે ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે અને ભાજપના કાર્યક્રમોમાં ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થઇ રહયો છે. સુરત શહેરના ગોલવાડ વિસ્તારમાં આશીર્વાદ લેવાની યાત્રા નીકળે તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા નીકળવી જ જોઈએના લખાણ સાથેના બેનરો લાગ્યા છે. સરકારે જન આર્શીવાદ યાત્રાઓ થકી વિધાનસભાની ચુંટણીનું રણશિંગુ ફુંકી દીધું છે ત્યારે ગણશે યુવક મંડળોની માંગણીને માન્ય રાખે છે કે નહિ તે આવનારો સમય જ બતાવશે. આવતા વર્ષે રાજયમાં વિધાનસભાની ચુંટણી યોજાવા જઇ રહી છે ત્યારે સરકાર યુવાનોની નારાજગી પણ સહન કરી શકે તેમ નથી.

#Gujarat #Surat #demand #banners #youth groups #Ganeshotsav #DarshnaJardosh #BJP Surat #allow ##Janashirvadyatra ##Mansukhmandavia ##Devusinhcahuhan ##Parsottamrupala ##Sangitapatli
Here are a few more articles:
Read the Next Article