/connect-gujarat/media/post_banners/2bcb634104ddf4b0668e08c12ad5b5c0a9f99f3f92fc09f693c8e3b7817a0782.webp)
સુરત શહેરના ચોક બજારમાં આવેલા 200 વર્ષ જુના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં અડચણરૂપ હોવાથી આ ડિમોલિશન ની કામગીર કરવામાં આવી છે.
સુરત શહેરમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન હવે ચોક બજાર ખાતે આવેલા ઐતિહાસિક ચર્ચાના પ્રેયર હોલનું આજરોજ ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં 200 વર્ષ જુના ચર્ચના પ્રેરક હોલના ડિમોલિશનની કામગીરીને પગલે એક તરફ ચર્ચ પ્રત્યે આસ્થા ધરાવતા ખ્રિસ્તી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ ચર્ચના ટ્રસ્ટીઓને વળતર ચૂકવ્યા બાદ સહમતિ મેળવીને જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.