સસ્તું ભાડું-હાઇફાઇ સુવિધા એટલે અમૃત ભારત ટ્રેન
ગુજરાતની પહેલી અમૃત ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવાય
PMએ વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી ટ્રેન પ્રસ્થાન કરાવી
160ની સ્પીડે દોડતી ટ્રેનનો 5 રાજ્યના સ્ટેશને સ્ટોપેજ
2 માસ બાદ અમૃત ભારત ટ્રેન મુસાફરો માટે ડેઈલી શરૂ
ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે, જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે, ત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરવવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને સુરતના ઉધના રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવી હતી. આ ટ્રેન 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે. 130 કિમીથી લઈ 160ની સ્પીડે દોડતી આ ટ્રેન તા. 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે, જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જ્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે સમારંભમાં ઉપસ્થિત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 2 મહિના પછી ડેઇલી દોડાવવાની જાહેરાત કરી છે.
આ ટ્રેનમાં CCTV કેમેરા, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ પ્રકારે મુસાફરોની તમામ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ, કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલે જાહેર મંચ પરથી વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ અને નવી ટ્રેન, અપ-ડાઉન કરનાર લોકો માટે મેમુ ટ્રેન સહિતની માંગ રેલવે મંત્રીને કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી આ ટ્રેનની માગણી ચાલી રહી હતી, ત્યારે હવે આ ટ્રેન મુસાફરોને સસ્તી અને આરામદાયક મુસાફરીનો નવો વિકલ્પ પૂરો પાડશે.