-
શહેર પોલીસ દ્વારા ધુળેટી પર્વની કરાઈ અનોખી ઉજવણી
-
ડિંડોલી પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં કરી ધુળેટી પર્વની ઉજવણી
-
પોલીસે સિનિયર સીટીઝન પર ફૂલોનો કર્યો વરસાદ
-
પોલીસે સિનિયર સીટીઝનને રંગ લગાવી મીઠાઈરૂપી પ્રેમ વરસાવ્યો
-
ધુળેટીની ઉજવણીમાં વડલા સમાન વૃદ્ધો બન્યા ભાવુક
સુરત શહેર પોલીસે આ વર્ષે ધૂળેટી પર્વને એક અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટિઝન્સ સાથે ધુળેટીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવ્યું હતું.
સુરત ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટિઝન્સ સાથે ધુળેટીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવ્યું હતું.પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલા સિનિયર સિટીઝન્સ પર ફૂલોનો વરસાદ કરાયો, જેનાથી ત્યાંનો માહોલ રંગીન બની ગયો હતો. ધુળેટીની પરંપરાગત ઉજવણી કરતાં પોલીસે સિનિયર સિટીઝન્સને ધુળેટીના કલર લગાવ્યા અને મીઠાઈઓ ખવડાવીને તેમના ચહેરા પર ખુશી રેલાવી દીધી હતી.
આ દરમિયાન, ઢોલના તાલ પર તમામ સિનિયર સિટીઝન્સ રંગ ઉડાડતા-ઉડાડતા ઝૂમી ઉઠ્યા હતાં. તેમની આંખોમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસના આ અનોખા ઉમંગ અને પ્રેમભર્યા વ્યવહારથી સિનિયર સિટીઝન્સ ભાવુક બની ગયા હતા. આ સુંદર દૃશ્યોને જોતા ત્યાં હાજર તમામ લોકોના દિલને અહેસાસ થયો કે, પોલીસ માત્ર કાયદો અને શિસ્ત જાળવવા માટે નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સાથે સુખ-દુ:ખ વહેંચવાનો પણ એક મહત્વનો ભાગ ભજવે છે.
સુરત શહેર પોલીસની આ અનોખી ઉજવણી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. તેનાથી પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે સ્નેહનો એક નવો સેતુ બાંધી શકાય તેવું સાબિત થયું છે.