સુરત કુખ્યાત GST કૌભાંડીએ ડોક્ટર સાથે કરી છેતરપિંડી
ડોક્ટર પાસેથી મિલકતના નામે રૂ.4.95 કરોડ પડાવ્યા
એક આરોપીની લાજપોર જેલમાંથી પોલીસે કરી ધરપકડ
પકડાયેલો ઈમ્તિયાઝ હવાલા ઓપરેટર હોવાની ચર્ચા
સુરત ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ
સુરતમાં GST કૌભાંડી અને લાજપોર જેલમાં બંધ આરોપીઓએ એક ડોક્ટર સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે,પોલીસે રૂપિયા 4.95 લાખની છેતરપિંડીમાં ભેજાબાજ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.
સુરતમાં રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર ભેજાબાજની માયાજાળમાં ફસાયા હતા,અને એક બંગલો સહિત 4.95 કરોડની રકમ ચિટર દ્વારા પડાવી લીધી હતી, જેના કારણે તબીબ મોહંમદ ઝાકીર ઐયુબ મેમણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી હતી અને GST કૌભાંડી ઈમ્તિયાઝ સદ્દામની પણ ધરપકડ કરી છે. રાંદેરના ગોરાટ રોડ પર અમી રો હાઉસમાં ડો.મોહંમદ ઝાકીર ઐયુબ મેમણેને મિલકત ખરીદવી હોય તેમનો ભેટો ભેજાબાજો સાથે થયો હતો.\
અને ભેજાબાજોએ ડોકટર પાસેથી મિલકતના સોદામાં રૂપિયા 1.02 કરોડ રોકડા, 22.50 લાખ ચેકથી અને બંગલો રૂપિયા 3.70 કરોડ મળી 4.95 કરોડની રકમ પડાવી લીધી હતી. જ્યારે ડોકટરને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતા તેઓએ આખરે જમીન લે- વેચનું કામ કરતા મોહંમદ ઉમર મોહંમદ ઝુબેર પીલા ઉર્ફે ઉમર પીલા,ઈમ્તિયાઝ સદ્દામ ઈકબાલ બચાવ અને તેની માતા જીનંત ઈકબાલ બચાવ સામે છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.
આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે ભેજાબાજ ઈમ્તિયાઝ સદ્દામની ધરપકડ કરી છે. અગાઉ ઈમ્તિયાઝ સદ્દામ બચાવ GST કૌભાંડમાં પણ પકડાયો હતો.જ્યારે આરોપી મોહંમદ ઉમર મોહંમદ ઝુબેર પીલા અઠવા પોલીસના છેતરપિંડીના ગુનામાં લાજપોર જેલમાં બંધ હતો.તેથી પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો હતો.ઉલ્લેખનીય છે કે આરોપી ઈમ્તિયાઝ હવાલા ઓપરેટર હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે અને પોલીસ એ દિશામાં પણ તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.