સુરત: ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,જનજીવનને વ્યાપક અસર

આખરે વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ જતા વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનો જામી ગયો છે.

New Update
સુરત: ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,જનજીવનને વ્યાપક અસર

સુરત શહેરમાં ધોધમાર વરસાદ થવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. એકાએક વરસાદ ત્રાટકવાના કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આખરે વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ જતા વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનો જામી ગયો છે. ગઈકાલ મોડીરાતથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે જનજીવન ઉપર પણ તેની અસર દેખાઈ રહી છે. સેન્ટ્રલ ઝોનમાં મેટ્રોની કામગીરી શરૂ હોવાના કારણે મોટાભાગની જગ્યા ઉપર આડશ ઉભી કરી દેવામાં આવી છે. જેથી પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. રસ્તાની બંને તરફ જે રીતે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને કારણે પતરા લગાવવામાં આવ્યા છે તેનાથી પાણીનો ઝડપથી નિકાલ થઈ રહ્યો નથી. ઠેર ઠેર પાણીનો ભરાવો થતા હોવાના દૃશ્યો સામે આવી રહ્યા છે. દર વર્ષે જે પ્રકારે પાણીનો નિકાલ સહજ રીતે ઝડપથી થઈ જતો હતો તેને બદલે મેટ્રો કામગીરીના કારણે અડચણ ઊભી થઈ હોય તે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

Latest Stories