કોરોનાના સંક્રમણ સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ
તમામ શાળા સંચાલકોને પરિપત્ર પાઠવી કરાય રજૂઆત
શિક્ષણ વિભાગ દ્વારા કોવિડ SOPનું પાલન કરવા આદેશ
હાલ ચીનમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, જેને લઇ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ છે. કોરોના સંક્રમણને લઈ ગુજરાતનું શિક્ષણ વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે, ત્યારે સુરત શિક્ષણ વિભાગની કચેરી દ્વારા તમામ શાળાઓને કોવિડ એસ.ઓ.પી.નું પાલન કરવા આદેશ કર્યા છે. શાળા પરિસરમાં યોગ્ય સ્વચ્છતા, સેનિટાઇઝેશન કરવા જણાવ્યું છે, આ સાથે જ વિદ્યાર્થીઓ સહિત શાળાના સ્ટાફે યોગ્ય રીતે માસ્ક પહેરવા તેમજ હાથ અને ચહેરો ધોવા માટે યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા જણાવવામાં આવ્યું છે. સરકારે લોકોને બુસ્ટર ડોઝ લેવા અપીલ પણ કરી છે. આ મામલે સુરત શિક્ષણ વિભાગ કચેરી દ્વારા શહેરની તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોવિડ એસ.ઓ.પી.નું પાલન કરવા આદેશ કર્યા છે.