દેશના પ્રથમ ગૃહમંત્રી સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના અવસરે સુરતમાં મેરેથોન દોડ યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં નગરજનોએ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કાપડનગરી સુરતમાં પણ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરાયું.. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મ્યુનિસિપલ કમિશ્નર તથા પોલીસ કમિશ્નર સહિતના મહેમાનોની હાજરીમાં મેરેથોનનો પ્રારંભ કરાવાયો. રાજયના નવા ગૃહમંત્રી તરીકે મજુરાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીની નિયુકતિ કરાય છે અને તેઓ હાલ ઘણા સક્રિય જણાય રહયાં છે. સરદાર પટેલ જયંતિ નિમિત્તે આયોજીત કરાયેલી મેરેથોનમાં તેઓ પણ લોકોની સાથે દોડયાં હતાં. હર્ષ સંઘવી અન્ય દોડવીરો માટે પ્રેરણારૂપ બન્યાં હતાં.
સુરત : સરદારને "અસરદાર" શ્રધ્ધાંજલિ, 10 કીમીની મેરેથોનમાં ગૃહમંત્રી દોડયાં
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
New Update
Latest Stories