જાહેર માર્ગ પર ભૃણ મળી આવવાનો મામલો
કૈલાશ નગરBRTS બસ સ્ટોપની સામે થી મળ્યું ભૃણ
પાંડેસરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
કુંવારી માટે ગર્ભપાત કરાવીને ભૃણ ત્યજી દીધું હોવાનું અનુમાન
પોલીસે હોસ્પિટલ સહિત નર્સિંગ હોમમાં તપાસ શરુ કરી
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાશ નગર પાસેનાBRTS બસ સ્ટોપ પાસેથી ચાર મહિનાનું ભ્રુણ મૃત અવસ્થામાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાશ નગર પાસેનાBRTS બસ સ્ટોપ પાસેથી ચાર મહિનાનું ભ્રુણ મૃત અવસ્થામાં મળી આવ્યું હતું.જે અંગેની જાણ સ્થાનિકોને થતા લોક ટોળા ભેગા થઇ ગયા હતા,અને ઘટના અંગે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો,અને ભ્રુણનો કબજો મેળવીને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં આ ભ્રુણ ગર્ભપાત કરીને કોઈ કુંવારી માતા દ્વારા ત્યજી દેવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે,અને પોલીસે હોસ્પિટલ સહિત નર્સિંગ હોમમાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.