સુરત : એક જ આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટ અને ચોરીનો ભોગ બન્યા,16.50 લાખના મુદ્દામાલની લૂંટ તો 25 લાખના હીરાની ચોરીથી ચકચાર

સુરતમાં અમદાવાદની આર.મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની અને ચોરીની ઘટના બની છે. એક રાત્રે 16.56 લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી

New Update
  • 9 કલાકમાં બની લૂંટ અને ચોરીની ઘટના

  • બે કર્મચારીઓ બન્યા લૂંટ અને ચોરીનો ભોગ

  • નકલી પોલીસ બનીને 16.56 લાખની લૂંટને આપ્યો અંજામ

  • બીજી ઘટનામાં બસમાંથી આંગડિયાના 25 લાખના પાર્સલની ચોરી

  • પોલીસે બંને ઘટનાના ભેદ ઉકેલવા શરૂ કર્યો પ્રયાસ

સુરતમાં અમદાવાદની આર.મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની અને ચોરીની ઘટના બની છે. એક રાત્રે 16.56 લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી,તેના નવ કલાક બાદ વૈશાલી ત્રણ રસ્તા પર જ બીજા કર્મચારીને શિકાર બનાવી 25 લાખનાં હીરાનું પાર્સલ ચોરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો.

અમદાવાદના આર.મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત તારીખ 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનુંચાંદી અને હીરા સહિત 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. 15મીએ મળસ્કે સાડા ચાર વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો.તે જ વખતે તેની પાસે બ્લ્યુ કલરની કાર આવીને ઉભી રહી હતી. તેમાં ત્રણ શખ્સો હતા.

કારમાં આવેલા શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મૂકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઉભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી રૂપિયા 16.55 લાખની કિંમતનાં પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો.

લૂંટના બીજા દિવસે આ જ આંગડિયા પેઢીના અન્ય કર્મી સાથે ચોરીનો બનાવ બન્યો હતો.

પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ 16મીએ રાત્રે સવા આઠ વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ અધિકારીઓ દોડાદોડી કરી મૂકી હતી. લૂંટની તપાસ ચાલી રહી હતી,તેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરીમેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે 24.10 લાખના હીરા અને 90,610 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો.

17મીની મળસ્કે સવા પાંચ વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી હતી.આંગડિયાકર્મી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મૂકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતોતે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે બેસેલા બે ગઠિયા થેલો લઈને ઉતરી જતાં ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતી,તેના નવ કલાકમાં બીજા કર્મચારી ચોરીનો ભોગ બનતા પોલીસ દોડતી થઇ હતી. હાલ પોલીસ દ્વારા સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.