Connect Gujarat
સુરત 

સુરત : રસીકરણ માટે સગીરોમાં ઉત્સાહ, એક જ દિવસમાં 47 હજારથી વધુ સગીરોએ રસી લીધી...

સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મનપા દ્વારા રસીકરણની કામગીરીને વધુ તેજ કરવામાં આવી છે

X

સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મનપા દ્વારા રસીકરણની કામગીરીને વધુ તેજ કરવામાં આવી છે, ત્યારે હવે શહેરમાં સગીરો માટે ચલાવાયેલ રસીકરણ ઝુંબેશ દરમ્યાન માત્ર એક જ દિવસમાં 47 હજારથી વધુ સગીરોને રસી આપવામાં આવી હતી.

સુરત શહેર તથા જીલ્લામાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. કોરોનાના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે લાપરવાહી દાખવવી પણ એક મોટી ભૂલ છે. આ લાપરવાહી કોરોનાનું વધુ જોખમ ઊભું કરી શકે તેમ છે. એટલે હવે જ્યાં સુધી કોરોનાના કેસમાંથી સંપૂર્ણપણે મુક્તી નહીં મળે ત્યાં સુધી લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું ગંભીરતાથી પાલન કરવું પડશે. તેવામાં રાજ્ય સરકારે સગીરો માટે ખાસ રસીકરણ ઝુંબેશની શરૂઆત કરી છે, ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ 40 હજારથી વધુ સગીરોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે, છેલ્લા એક મહિનામાં સુરતમાં 200 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. જેના ભાગરૂપે 15થી 18 વર્ષના સગીર વિદ્યાર્થીઓને રસીકરણ ઝુંબેશમાં આવરી લેવામાં આવ્યા છે. રસીકરણ ઝુંબેશ દરમ્યાન માત્ર એક જ દિવસમાં 47 હજારથી વધુ સગીરોને રસી આપવામાં આવી હતી. જોકે, રસીકરણ ઝુંબેશ હાથ ધરાતા વાલીઓએ પણ રાહતના શ્વાસ લીધો છે.

Next Story