સુરત : સાડીઓ ઉપર પણ હવે "પુષ્પા"નું રાજ, દેશભરમાંથી આવી રહયાં છે ઓર્ડર

દર્શકોને ઘેલું લગાડનારી પુષ્પા ફીલ્મ હવે સાડી જગતમાં ધુમ મચાવવા આવી રહી છે.

સુરત : સાડીઓ ઉપર પણ હવે "પુષ્પા"નું રાજ, દેશભરમાંથી આવી રહયાં છે ઓર્ડર
New Update

દર્શકોને ઘેલું લગાડનારી પુષ્પા ફીલ્મ હવે સાડી જગતમાં ધુમ મચાવવા આવી રહી છે. સુરતના વેપારીએ પુષ્પા ફીલ્મની ડીઝાઇનમાં તૈયાર કરેલી સાડીની દેશભરમાં માંગ ઉઠી છે..

સોશિયલ મિડીયામાં તમને પુષ્પા ફિલ્મનો ભારે ક્રેઝ જોવા મળી રહયો છે. અબાલ વૃધ્ધ સૌ કોઇ પુષ્પા ફીલ્મના ગીતો કે ડાયલોગ્સ પર રીલ બનાવી રહયાં છે. સૌ કોઇને ઘેલું લગાડનારી પુષ્પા ફીલ્મનો હવે સાડી જગતમાં પ્રવેશ થયો છે. સુરતની સાડીઓ દેશ તથા વિશ્વમાં નામના ધરાવતી હોય છે. સુરતના સાડીના વેપારી ચરણપાલને પણ એક વિચાર આવ્યો અને તેમણે પુષ્પા ફિલ્મની પ્રિન્ટવાળી સાડી બનાવી તેનો ફોટો તેમના વોટસએપ સ્ટેટસમાં મુકયો હતો.

બસ પુષ્પા ફીલ્મની જેમ તેમની પુષ્પા સાડીને પણ લોકો વખાણવા લાગ્યાં છે અને હાલમાં તેમને દેશભરમાંથી સાડીના ઓર્ડર મળી રહયાં છે. સુરતના સાડી ઉદ્યોગની વાત કરવામાં આવે તો અહીં અવનવી ડીઝાઇનની સાડીઓ તૈયાર કરવામાં આવે છે અને તેની દેશની બહાર તથા અન્ય રાજયોમાં નિકાસ કરાય છે. સુરતના વેપારીએ બનાવેલી સાડી હાલ ચર્ચાની એરણે છે.

#Connect Gujarat #BeyondJustNews #Surat #Pushpa #saree #trader #Surat News #RashmikaMandana #PushpaFilm #SouthMovies #TextileIndustries #Pushparaj #AlluArjun #Trending
Here are a few more articles:
Read the Next Article