સુરતમાં પિતા પુત્ર અને પુત્રવધૂએ કરી છેતરપિંડી
ઈ બાઈક ફેક્ટરીમાં રોકાણના નામે કરી છેતરપિંડી
પૂર્વ આઇટી અધિકારીને ભાગીદાર બનાવવાની આપી લાલચ
રૂ.2.97 કરોડ મેળવી લઈને છેતરપિંડી કરી
પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી
સુરતમાં ઇલેક્ટ્રિક બાઈકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી પૂર્વ આઇટી અધિકારી સાથે કુલ રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં પોલીસે ફરાર સસરા અને પુત્રવધુની ગુરુગ્રામ, હરિયાણા ખાતેથી ધરપકડ કરી છે.
સુરતમાં પૂર્વ આઈટી અધિકારીના ઘરે ભાડેથી રહેનાર પિતા-પુત્રએ તેમની જ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.પૂર્વ આઈ.ટી અધિકારી રાજેશ કુંદનલાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે.તેઓએ ઇકોનોમિક સેલમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી મનીષ મનવીંદરસીંગ યુગ પિતા સાથે તેમના મકાનમાં ભાડેથી રહેતા હતા. જેથી, રાજેશને આરોપીઓ સાથે ઓળખાણ સારી રીતે હતી. રાજેશને આરોપીઓ જણાવ્યું હતું કે, તેઓ દિલ્હી ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવાની એપોનીક્સ લેબ્સ પ્રા.લી. કંપની ચલાવે છે. જેથી, આરોપીઓએ ફરિયાદીને સુરત ખાતે ઇ-બાઇકનો પ્લાન્ટ શરૂ કરવા માટે જણાવી તે પ્લાન્ટમાં રાજેશના દીકરાને ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી.રાજેશને વિશ્વાસ અને ભરોસો આપી તેમની નવી કંપનીમાં રોકાણ કરવા જણાવી અને તે રોકાણ ઉપર દર વર્ષે 8 ટકા વ્યાજની લાલચ તથા 20 ટકા શેર હોલ્ડર તરીકે રાજેશના પુત્રને બનાવવાની લોભામણી લાલચ આપી હતી. આરોપીઓએ એપોનીક્સ પ્રા.લી. કંપનીની સુરત ખાતે ઈ.વી. પ્રા.લિ. સ્થાપવા માટે રાજેશ પાસેથી બેન્ક મારફતે કુલ રૂપિયા 2 કરોડ 97 લાખ મેળવી લીધા હતા.અને રાજેશના પુત્ર દીક્ષાંત લાલને માત્ર કાગળ પર જ ડિરેક્ટર બનાવ્યા હતા. જોકે, ડિરેકટર તરીકે કોઈ સત્તા કે અધિકાર આપ્યો નહતો.અને કંપનીનો પ્લાન્ટ આરોપીઓએ પોતાની રીતે બંધ કરી દઈ રાજેશ સાથે કુલ રૂપિયા 2.97 કરોડની છેતરપિંડી કરી હતી. રાજેશે પોતાની સાથે થયેલ છેતરપિંડી અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.જે અંગેની તપાસ ઇકો સેલને આપવામાં આવી હતી.જે ગુનામાં અગાઉ આરોપી મનીષ મનવીંદરસીંગ યુગની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે આ ગુનામાં ફરાર સસરા મનવીંદરસીંગ અને પુત્રવધુ શિલ્પી મનીષ ચુગની ગુડગાંવ હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી.