/connect-gujarat/media/post_banners/737fcfefd307ee035cbe1afbd6df4c657bd273bd57380f8dcce9718bd7c99b7d.jpg)
સુરતના પાસોદરામાં સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો છે.જોકે, આજે તા. 26 એપ્રિલે કોર્ટ દ્વારા હત્યારાને સજા સંભળાવવાની હતી. જોકે, આજે સરકારી વકીલ કોર્ટમાં હાજર ન રહેતા હવે તા. 5મી મેના રોજ સંભવતઃ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવશે.
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે. જોકે, આજે સરકારી વકીલ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. ઉપરાંત સાથે જ ફેનિલને પણ કોર્ટમાં હાજર કરાયો નહોતો, ત્યારે આગામી તા. 5મીના રોજ ફેનિલને શું સજા મળશે તેના પર સૌ કોઈની નજર છે.