/connect-gujarat/media/post_banners/4ca846c4885ab79d784b3554976bfba2087e14db967ea24a7561e896ec2c5840.webp)
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રતીક ડાઇંગ મિલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગ લાગતાં જ હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ભીષણ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, કલાકોની ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગ ઉપર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. તો બીજી તરફ, મિલમાં રહેલ કરોડો રૂપિયાનો માલ-સામાન બળીને ખાક થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.